ડુંગળીને છોલી, રવૈયાં જેમ અાડી-ઉભી કાપવી. નાળિયેરનું ખમણ, લીલાં મરચાંના બારીક કટકા, તલ, મીઠું, ખાંડ લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખી મસાલો તૈયાર કરી, ડુંગળીમાં ભરવો. એક તપેલીમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ અને અાખા મરચાના કટકાનો વઘાર કરી, રવૈયાં વઘારવાં. ઢાંકણ ઢાંકી તાપ ખૂબ ધીમો રાખવો. બફાય એટલે ઉતારી વધેલો લીલો મસાલો ભભરાવવો.