પાલકની ભાજીનાં પાન ધોઈ, બાફી, પલ્પ તૈયાર કરવો. લીલા ધાણાને સમારી, ધોઈ, તેમાં લીલાં મરચાં નાખી વાટવા. ઘઉંનો લોટ અને મેંદામાં મીઠું નાખી ચાળવો. તેમાં માખણનું મોણ અને વાટેલાં લીલાં મરચાં-લીલા ધાણા નાખી પાલકની ભાજીના પલ્પથી લોટ બાંધવો.
એક વાસણમાં પાણી મૂકી, ઉકળે એટલે ચપટી સોડા નાખી વટાણા બાફવા. બરાબર બફાય એટલે ચાળણીમાં નાખી કોરા કરવા. પછી તેમાં મીઠું, ખાંડ, તલ, કોપરાનું ખમણ, લીલાં મરચાંના કટકા, ખમણેલું પનીર, લીંબુનો રસ, અને લીલા ધામા નાંખી પૂરણ બનાવવું.
તૈયાર કરેલા લોટમાંથી પાતળા પરોઠા વણી, ઉપર પૂરણ મૂકી તેના ઉપર તે જ સાઈઝની રોટલી મૂકવી. બરાબર કિનાર દબાવી દેવી. પછી પરોઠા વણી તવા ઉપર માખણમાં બન્ને બાજુ તળી લેવા. કોઈપણ રસાદાર ચટણી સાથે પીરસવા.