લીલા વટાણાનાં દહીંવડાં
 • 297 Views

લીલા વટાણાનાં દહીંવડાં

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ બટાકા
 • 5 લીલાં મરચાં, કટકો અાદુ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • 200 ગ્રામ અડદની દાળ
 • 500 ગ્રામ દહીં
 • મીઠું, મરચું, ખાંડ, તેલ, હિંગ – પ્રમાણસર
 • ખજૂર અાંબલીની ચટણી

Method - રીત

લીલા વટાણાને વાટી લેવા. બટાકાને બાફી તેનો માવો બનાવવો. એક વાસણમાં થોડું તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, વટાણાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકી બફાવા દેવો. પછી તેમાં બટાકાનો માવો, ખાંડ, વાટેલાં અાદું-મરચાં અને શેકેલા તલ નાંખી ઉતારી લેવું. તેમાં નાળિયેરનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, બરાબર મસળી તેના ગોળા વાળી, ચપટા દાબી વડાં તૈયાર કરવા.

અડદની દાળને પાણીમાં પલાળી રાખવી. પછી બારીક વાટી, તેમાં મીઠું નાંખી, ફીણી થોડું પાણી નાંખી, વડાં બોળાય તેવું ખીરું તૈયાર કરવું. પછી વડાને ખીરામાં બોળી, તેલમાં તળી લેવાં.

દહીમાંથી પાણી કાઢી, વલોવી તેમાં મીઠું, ખાંડ અને શેકેલા જીરુંનો ભૂકો નાંખવો. એક પહોળા વાસણમાં દહીં ભરી, તેમાં વડાં ગોઠવી દેવાં. ઉપર થોડા તેલમાં જીરું અને હિંગ નાંખી, વઘાર કરવો. પીરસતી વખેત ડિશમાં વડાં ગોઠવી, તેના ઉપર ખજૂર-અાંબલીની ચટણી એક ચમચી નાંખી, ઉપર છોડી લાલ મરચાંની ભૂકી છાંટવી.

નોંધ – અા વડાં દહીંમાં નાખ્યા વગર કોરાં કરી ટોમેટો સોસ અથવા દહીંની કોઈ ચટણી સાથે ખાઈ શકાય છે.