વટાણા અને ચણાની દાળના કોન
 • 346 Views

વટાણા અને ચણાની દાળના કોન

Ingredients - સામગ્રી

 • મસાલા માટે –
 • 250 ગ્રામ લીલા વટાણા
 • 250 ગ્રામ ચણાની દાળ
 • 3 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટેબલસ્પૂન અાદું – મરચાંની પેસ્ટ
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ પ્રમાણસર
 • કોન માટે –
 • 250 ગ્રામ ઘઉંનો લોટ
 • 150 ગ્રામ મેંદો
 • 50 ગ્રામ કોર્નફ્લોર
 • મીઠું, તેલ – પ્રમાણસર
 • સજાવટ માટે – 100 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 10 ટેબલસ્પૂન લસણની લીલી ચટણી
 • 10 ટેબલસ્પૂન ખજૂર – અંબાલીની ગળી ચટણી

Method - રીત

ચણાની દાળને રાત્રે પાણી પલાળી રાખવી. પછી મિક્ચરમાં કરકરી વાટવી. વટાણાનો મિક્સરમાં મોટો ભૂકો કરવો. એક વાસણણાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી વટાણાનો ભૂકો વઘારવો. ધીમા તાપે ઢાંકણ ઢાંકી, વટાણાનો ભૂકો બફાવા દેવો. બફાય એટલે વાટેલી ચણાની દાળ નાંખવી. પછી મીઠું, ખાંડ, અાદું-મરચાંની પેસ્ટ, તલ, ગરમ મસાલો અને કોપરાનું ખમણ નાંખવું. બરાબર બફાય અને છૂટું થાય એટલે ઉતારી, લીલા ધાણા અને લીંબુનો રસ નાંખી ગરમ મસાલો તૈયાર કરવો.

મેંદો, ઘઉંનો લોટ અને કોર્નફ્લોર ભેગા કરીચાળી લેવો. તેમાં મીઠું અને તેલનું મોણ નાંખી, પૂરી જેવી કઓમક બાંધવી. મોટો લૂઓ લઈ, મોટી પૂરી વણવી, કોનના મોલ્ડ ઉપર પૂરી લગાડી મોલ્ડને તેલમાં તળી લેવા. પછી ઠંડા પડે એટલે મોલ્ડથી કોન અલગ કરવા. એક ઊંડા બાઉલમાં કોન ઉભા મૂકી, તેમાં વટાણા-ચણાની દાળનો મસાલો ભરી, ઉપર 1 ચમચી લીલી ચટણી અને એક ચમચી ગળી ચટણી નાંખી ઉપર સેવ ભભરાવવી.
નોંધ – ડિઝાઈન વાળા કોન કરવા હોય તો મોટી પૂરી વણી, પહોળી પટ્ટીઓ કાપવી, દરેક પટ્ટી ઉપર પાણી લગાડી કોનના બીબા ઉપર લગાડી દેવી. પછી પેણીમાં તેલ મૂકી, કોન તળી લેવા. કોનના મોલ્ડ ન હોય તો બીજી રીતે કોન બનાવી શકાય. એક નાનું ગાજર લઈ ઉપર પૂરી ગોળ વીંટી દેવી. પૂરી વીંટેલા ગાજરને પેણીમાં વધારે તેલ મૂકી તળી લેવા. તળાઈ ગયા પછી ગાજર કાઢી ઠંડુ પાડવું. તવેતાની અણી ગાજરમાં ખોસી ધીમેથી ગાજર કાઢી લેવું. જુદી જુદી રીતે કોન તૈયાર કરી શકાય.