લીલા વટાણાનો સૂપ
 • 525 Views

લીલા વટાણાનો સૂપ

Ingredients - સામગ્રી

 • 1 ટેબલસ્પૂન માખણ
 • 500 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ બટાકા
 • 2 પકાં ટામેટાં
 • 1 કપ દૂધ
 • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • 1/2 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન તજનો પાઉડર
 • 1/2 કપ ક્રીમ
 • 1 ડુંગળી
 • મીઠું, તળેલા બ્રેડના કટકા

Method - રીત

એક વાસણમાં મૂકી, ગરમ થાય એટલે તેમાં લીલા વટાણા અને છોલેલા બટાકાના કટકા નાંખી હલાવવું. તેમાં બે કપ પાણી અને મીઠું નાંખી, ઉકાળવું. શાક બફાય એટલે તેમાં ટામેટાંના કટકા નાંખવા. ટામેટાં બફાઈ જાય એટલે ઉતારી ઠંડું પડે એટલે લિક્વિડાઈઝ કરી સૂપના સંચાથી ગાળી લેવું. પછી ગરમ મૂકી તેમાં ખાંડ નાંખી, ઉકળે એટલે દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. ઘટ્ટ થાય એઠલે ઉતારી, મરીનો ભૂકો, તજનો પાઉડર, 1 ચમચી ક્રીમ અને બ્રેડના તળેલા કટકા નાંખી, ગરમ સૂપ પીરસવો.