ગ્રીન પીકલ
 • 433 Views

ગ્રીન પીકલ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ લીલા ટાણા
 • 250 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ લીલા ચણા
 • 100 ગ્રામ કેપ્સીકમ
 • 100 ગ્રામ આદું
 • 50 ગ્રામ લીલી હળદર
 • 50 ગ્રામ આબા હળદર
 • 100 ગ્રામ ગોળ અથવા ખાંડ
 • 200 ગ્રામ રાઈનો ભૂકો
 • 2 જીડવા લસણ
 • 500 ગ્રામ લીંબુ
 • 4 ટેબલસ્પૂન તલનું તેલ
 • મીઠું, હળદર, તજ, લવિંગ

Method - રીત

લીંબુનો રસમાં મીઠું અને હળદર નાંખી તેમાં લીલા વટાણા, તુવેરના લીલવા. લીલા ચણા, કેપ્સીકમની કતરી, આદુંની કતરી, લીલી હળદરની કાતરી અને આબા હળદરની કાતરી બધું નાંંખીને એક દિવસ અાથી રાખવું. બરોબર અથાય એટલે લીંબુના રસમાંથી કાઢી લેવું.

એક મોટી થાળીમાં લીંબુનો રસ લઈ, તેમાં રાઈનો ભૂકો નાંખી ખૂબ ફીણવું. રાઈ ચઢે એટલે તેમાં અાથેલી બધી સામગ્રી અને ગોળનો ભૂકો અથવા ખાંડ નાંખી, એક રસ કરવું. તેલમાં તજ-લવિંગ (અધકચરા કરેલા)નો વઘાર કરી, તેમાં લસણની કકડી નાંખવી. સાધારણ સાંતળી, તેલ ઉતારી લેવું. તેલ ઠંડું પડે એટલે તેમાં બધું નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. ઢાંકણ એરટાઈટ રાખવું.