લીલાં શાકનું અથાણું
  • 147 Views

લીલાં શાકનું અથાણું

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ લીલા વટાણા
  • 250 ગ્રામ કુમળી કાકડી
  • 250 ગ્રામ ગાજર
  • 250 ગ્રામ કુમળી ગવારસિંગ
  • 100 ગ્રામ લીલાં મરચાં
  • 100 ગરામ રાઈનો પાઉડર
  • 1 જીડવું લસણ (ભાવે તો)
  • 2 ટેબલસ્પૂન લીલી વરિયાળી
  • મીઠું, હળદર, લીંબુનો રસ, તેલ, ગોળ

Method - રીત

કાકડીની લાંબી, પાતળી ચીરીઓ કરવી. ગાજરને છોલી, ધોઈ વચ્ચેનો સફેદ ભાગ કાઢી, પાતળી નાની ચીરીઓ કરવી. ગવારસિંગની નસ કાઢી, કટકા કરવા. મરચાંના મોટા કટકા નાંખી, પછી તેમાં લીલા વટાણા (નાની સાઈઝના) નાંખી, બધું ભેગું કરવું. બદાં શાકને અાખું ધોઈ, બરાબર કોરું કરી પછી સમારવું. એક બરણીમાં શાક ભરી, તેમાં લીંબુનો અને મીઠું નાંખી બે દિવસ અાથી રાખવું. પછી શાક કાઢી તે લીંબુના રસમાં રાઈનો પાઉડર નાંખી ખૂબ ફીણવું. રાઈ ચઢે એટલે તેમાં હળદર, થોડો કાપેલો ગોળ, તેલ, વાટેલું લસણ અને વરિયાળી નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું.