500 ગ્રામ શિંગદાણાને શેકી, છોડાં કાઢી, સંચાથી ભૂકો કરવો. તેમાં 400 ગ્રામ ખાંડ, થોડો એલચીનો ભૂકો અને ઘીને ગરમ કરી નાંખીને તેના લાડુ બનાવવા અથવા ખાંડની અઢીતારી ચાસણી બનાવી, તેમાં શિંગનો ભૂકો અને એલચી નાંખી, થાળીમાં ઘી લગાડી ઠારીને ચકતાં પાડવાં.
Khana Khazana