સિંગદાણા પૂરી
  • 410 Views

સિંગદાણા પૂરી

સિંગદાણાને ધીમા તાપે શેકી, છોડાં કાઢી, મશીનમાં બારીક ભૂકો કરવો. પેણીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે સિંગદાણાનો ભૂકો,

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ શિંગદાણા
  • 300 ગ્રામ દળેલી ખાંડ
  • 2 ટેબલસ્પૂન દૂધ
  • 1 ટેબલસ્પૂન ખસખસ
  • 1/4 ટીસ્પૂન સૂંઠનો પાઉડર
  • 100 ગ્રામ માવો
  • 400 ગ્રામ મેંદો
  • ઘી, એલચી

Method - રીત

સિંગદાણાને ધીમા તાપે શેકી, છોડાં કાઢી, મશીનમાં બારીક ભૂકો કરવો. પેણીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે સિંગદાણાનો ભૂકો, ખાંડ અને દૂધ નાંખી, ઘટ્ટ થાય એટલે નીચ ઉતારી ખસખસ, એળચીનો ભૂકો અને સૂંઠનો પાઉડર નાંખી પૂરણ તૈયાર કરવું.

મેંદાના લોટમાં ઘીનું મોણ નાંખી, કણક બાંધવી. એક લકાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, કેળવી, સુંવાળી બનાવવી. તેમાંથી પૂરી વણી, તેમાં સિંગદાણાનું પૂરણ ભરી, મો બંધ કરી, દાબી, જાડી પૂરી વણી, ડાલ્ડામાં તળી લેવી