ગુંદાનું અથાણું રીત-2
  • 632 Views

ગુંદાનું અથાણું રીત-2

Ingredients - સામગ્રી

  • 1 કિલો કેરી – રાજાપુરી અથવા રેષા વગરની
  • 1 કિલો મેથીનો સંભાર
  • (કેરીના અથાણાં પ્રમાણે બનાવવો)
  • 1 કિલો ગૂંદા
  • 1 કિલો તેલ
  • મીઠું, હળદર - પ્રમાણસર

Method - રીત

કેરીને છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી રહેવા દેવું. પછી નિચોવી, પાણી કાઢી, તેમાં મેથીનો સંભાર ભેળવી દેવો. ગુંદાને ધોઈ, કોરા કરવા. પછી ભાંગી, બિયાં કાઢી, તેમાં કેરીનું છીણન મેળવેલો મેથીનો સંભાર દાબીને ભરવો. થોડા તેલમાં રગદોળી ગુંદા બરણીમાં ભરી લેવા. ઉપર વધેલો સંભાર પાથરી દેવો. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.