ગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી મીઠાનો હાથ લઈ બિયાં કાઢવા. વાસની સળીથી પણ બિયાં કાઢી શકાય છે. તેમાં દાબીને મેથીનો સંભાર ભરવો.
કેરીને ધોઈ, કટકા કરી, મીઠામાં રગદોળી, એક દિવસ અગાઉ અાથી રાખવા. બીજે દિવસે કપડા ઉપર પાથરી બરાબર કોરા કરવા. એક કથરોટમાં કેરીના કટકા લઈ, તેમાં તેલ નાંખી, મસાલો નાંખવો. બરણીમાં એક થર કેરીનો અને એક થર ગૂંદાનો એમ ભરવું. ઉપર કેરીનો થર રાખવો. તેના ઉપર મેથીનો સંભાર પાથરવો અને થોડું તેલ નાંખવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાંખવું.