વેજ ઈડલી પકોડ
  • 116 Views

વેજ ઈડલી પકોડ

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ઈડલીનું ખીરું (અાથેલું)
  • 50 ગ્રામ લીલા વટાણા, 50 ગ્રામ તુવેરના લીલવા
  • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 2 ડુંગળી, 2 કેપ્સીકમ, 1 ગાજર
  • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • 122 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ
  • સજાવટ માટે –
  • દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં, મીઠું, ખાંડ નાંખેલુ.)
  • લીલી ચટણી, ચણાની સેવ.

Method - રીત

એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં તજ-લવિંગ (અધકચરા) નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે વાટેલા વટાણા, વાટેલા તુવેરના લીલવા, કેપ્સીકમના બારીક કટકા, ગાજરનું છીણ, મીઠું, થોડી ખાંડ, અાદું-મરચાં-લસણની પેસ્ટ નાંખી, છૂંટું થાય એટલે ઉતારી લેવું.

ઈડલીના ખીરામાં વેજિટેબલ્સ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા નાંખી, હલાવી તેલમાં મોટા પકોડા તળી લેવા. એક બાઉલમાં બે પકોડા મૂકી, તેના બે કટકા કરી ઉપર દહીં, લીલી ચટણી અને સેવ ભભરાવવી.