ઈડલી પીઝા
  • 328 Views

ઈડલી પીઝા

Ingredients - સામગ્રી

  • 300 ગ્રામ જૂના ચોખા
  • 100 ગ્રામ અડદની દાળ
  • 100 ગ્રામ નૂડલ્સ
  • 2 લીલાં મરચાં, કટકો અાદું
  • 3 લીલી ડુંગળી, 3 કેપ્સીકમ
  • 1 કપ ટોમેટો સોસ, 1 પેકેટ ચીઝ
  • મીઠું, તેલ - પ્રમાણસર

Method - રીત

ચોખા અને અડદની દાળને રાત્રે પાણીમાં અલગ અલગ પલાળવી. સવારે નિતારી, ચોખાને કરકરા વાટવા, અડદની દાળને ખૂબ ઝીણી વાટવી. બન્ને ભેગાં કરી, તેમાં મીઠું નાંખી, અાઠ-દસ કલાક અાથી રાખવું. ઋતુ પ્રમાણે ફેરફાર કરવો. અાથો અાવે એટલે વાટેલા અાદું-મરચાં નાંખી, એક ડિશમાં તેલ લગાડી ખીરું ભરી રોટલો વરાળથી બાફી લેવાં.

એક વાસણમાં પાણી ભરી, ઉકળે એટલે તેમાં નૂડલ્સ, મીઠું અને થોડું તેલ નાંખવું. બફાઈ જાય એટલે નિતારી થોડા તેલમં હિંગ નાંખી, વગારી લેવા.

બેકિગ ટ્રેને તેલ લગાડી ઈડલીનો રોટલો મૂકવો. તેના ઉપર ટોમેટો સોસ લગાડી ઉપર નૂડલ્સ પાથરવા તેના ઉપર કેપ્સીકમની રીંગ અને લીલી ડુંગળીની રિંગ મૂકી ઉપર ખમણેલું ચીઝ ભભરાવી, પ્રિહીટેડ ઓવનમાં 325 ફે. તાપે બેક કરવું. ચીઝ બરાબર ઓગળી જાય એટલે કાઢી ઠંડા પડે એટલે ત્રિકોણ કાપી ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે પીરસવા.