ઈડલી સેન્ડવીચ ટોસ્ટ
 • 313 Views

ઈડલી સેન્ડવીચ ટોસ્ટ

Ingredients - સામગ્રી

 • 300 ગ્રામ ચોખા
 • 100 ગ્રામ અડદની દાળ
 • 200 ગ્રામ લીલા વટાણા (બાફેલા)
 • 100 ગ્રામ પનીર
 • 1 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબ, 2 ડુંગળી,
 • બટર, મીઠું, મરચું, ખાંડ, તેલ, તજ, લવિંગ
 • લીલી ચટણી – 25 ગ્રામ લીલું લસણ, 4 લીલાં મરચાં, અડધી ઝૂડી લીલા ધાણા, 5 ચમચા નાળિયેરનું ખમણ, મીઠું અને ગોળ નાંખી, વાટી લીલી ચટણી બનાવવી.

Method - રીત

ચોખા અને અડદની દાળને રાત્રે અલગ પાણીમાં પલાળી રાખવાં, સવારે ચોખાને કરકરા વાટવા અને અડદની દાળને ખૂબ ઝીણી વાટી બન્ને ભેગાં કરી, મીઠું નાંખી, 12 કલાક અાથી રાખવું. પછી ઈડલી સ્ટેન્ડમાં ઈડલી બનાવવી.

એક વાસણમાં થોડું તેલ મૂકી, અધકચરા કરેલા તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. પછી તેમાં વટાણા, મીઠું, ખાંડ, અાદું-મરચાંની પેસ્ટ, તલ અને પનીરને છૂટું કરી નાંખવું. બરાબર મિક્સ કરી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ તૈયાર કરવું.

ઈડલીના વચ્ચેથી બે ભાગ કરવા. તેના ઉપર લીલી ચટણી લગાડી, પૂરણ પાથરી, તેના ઉપર ઈડલીનો બીજો કટકો મૂકવો. બરાબર દબાવી, સેન્ડવીચ ટોસ્ટરમાં બટર લગાડી ઈડલી મૂકવી. ઉપર થોડું બટર લગાડી ટોસ્ટરમાં ઈડલીની સેન્ડવીચ શેકી, લીલી ચટણી સાથે સર્વ કરવી.