ઈન્સ્ટન્ટ પૂરણપોળી
  • 346 Views

ઈન્સ્ટન્ટ પૂરણપોળી

ગળી બુંદીનો ઝીણો ભૂકો કરવો. એક વાસણમાં થોડું ઘી મૂકી, એલચીના દાણા નાંખી, છૂટો કરેલો માવો અને ખાંડ નાંખી, બરાબર એક રસ થાય એટલે તેમાં બુંદીનો ભૂકો,

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ગળી બુંદી
  • 100 ગ્રામ માવો
  • 250 ગ્રામ ઘઉંનો લોટ
  • 1 ટેબલસપૂન ખાંડ
  • 1 ટીસ્પૂન બદામનો ભૂકો
  • 1 ટીસ્પૂન પિસ્તાનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • ઘી, તેલ, દૂધ, કેસર, એલચી દાણા - પ્રમાણસર

Method - રીત

ગળી બુંદીનો ઝીણો ભૂકો કરવો. એક વાસણમાં થોડું ઘી મૂકી, એલચીના દાણા નાંખી, છૂટો કરેલો માવો અને ખાંડ નાંખી, બરાબર એક રસ થાય એટલે તેમાં બુંદીનો ભૂકો, બદામ-પિસ્તાંનો ભૂકો, એલચીનો ભૂકો અને કેસરને સાધારણ ગરમ કરી, દૂધમાં ઘૂંટી નાંખવું. બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી લેવું.

ઘઉંના લોટમાં થોડું તેલનું મોણ નાંખી, કણક બાંધી, એક કલાક રહેવા દેવી. પછી કેળવી તેમાંથી રોટલી વણી, પૂરણ મૂકી, ગોળ વાળી પૂરણ પોળી વણી, તવા ઉપર બંને બાજુ શેકી ઉતારી લેવી. ઘી લગાડી પીરસવી.