ઈન્સટન્ટ રબડી
  • 190 Views

ઈન્સટન્ટ રબડી

એક વાસણમાં ઘી લગાડી, તેમાં દૂધ ઉકળવા મૂકવું. તાપ ધીમો રાખવો. જે મલાઈ થાય તે ઉખાડી અંદર નાંખવી. પછી તેમાં ખાંડ નાંખવી. દૂધ જાડું થાય એટલે માવાને છીણી અંદર નાખવો.

Ingredients - સામગ્રી

  • 1 લિટર દૂધ
  • 250 ગ્રામ માવો
  • 250 ગ્રામ ખાંડ
  • 1 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો

Method - રીત

એક વાસણમાં ઘી લગાડી, તેમાં દૂધ ઉકળવા મૂકવું. તાપ ધીમો રાખવો. જે મલાઈ થાય તે ઉખાડી અંદર નાંખવી. પછી તેમાં ખાંડ નાંખવી. દૂધ જાડું થાય એટલે માવાને છીણી અંદર નાખવો. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એલચીનો ભૂકો નાખી ઉતારી બદામ-પિસ્તાની કતરી નાખવી.