ઈન્સ્ટન્ટ રવા ઈડલી
  • 136 Views

ઈન્સ્ટન્ટ રવા ઈડલી

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ રવો
  • 100 ગ્રામ દહીં
  • 2 લીલાં મરચાં, કટકો અાદું
  • 1 ટીસ્પૂન ઈનો ફ્રુટ સોલ્ટ
  • મીઠું, મરચું, ખાંડ, તેલ, રાઈ, હિંગ
  • સજાવટ માટે –
  • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટીસ્પૂન શેકેલા તલ
  • 1/2 ઝૂડી લીલા ધાણા

Method - રીત

રવામાં મીઠું અને દહીં નાંખી ખીરું તૈયાર કરવું. 15 મીનીટ ઢાંકી રહેવા દેવું. પછી તેમાં થોડી ખાંડ, વાટેલાં અાદું-મરચાં અને ફ્રુટ સોલ્ટ નાંખી, હલાવી, ઈડલી પાત્રમાં તેલ લગાડી, ખીરું ભરી, ઈડલી બાફી તૈયાર કરવી. બધી ઈડલી તૈયાર થાય એટલે નાળિયેરનું ખમણ, તલ અને લીલા ધાણા ભભરાવી થોડી મરચાંની ભૂકી છાંટી, સજાવટ કરવી. તેલમાં રાઈ-હિંગનો વઘાર કરવો. સામ્બાર અને ચટણી સાથે પીરસવી.