જાડાં મઠિયાં
  • 446 Views

જાડાં મઠિયાં

Method - રીત

500 ગ્રામ મઠની દાળનો ઝીણો લોટ અને 50 ગ્રામ ઘઉંનો લોટ ભેગો કરી ચાળી લેવો. પાણીમાં મીઠું અને ચપટી સોડા નાંખી ઉકાળવું. પછી 3 ટેબલસ્પૂન ખાંડ નાંખી પાણી ઠંડું કરવું. લોટમાં મીઠું, હળદર, મરચું, હિંગ, થોડા તલ અને તેલનું મોણ નાંખી, તૈયાર કરેલા પાણીથી કઠણ લોટ બાંધવો. પછી ખાંડી, કેળવી તેના લૂઅા પાડી, જાડી પૂરી વણી, તેલમાં તળી લેવી. અા મૂઠિયાં ફુલેલા થશે. ગરમ મૂઠિયાં ખુલ્લા રાખવા.