ગોળની પોળી રીત-1 (મહારાષ્ટ્રીયન વાનગી)
  • 293 Views

ગોળની પોળી રીત-1 (મહારાષ્ટ્રીયન વાનગી)

ચણાના લોટને તેલમાં શેકવો. પછી ઉતારી, સાધારણ ઠંડો પડે એટલે ગોળને કાપીને, સમળી, મિક્સ કરવો. થોડું દૂધ નાંખી, બરાબર લોચા જેવું કરવું. તેમાં નાળિયેરનું ખમણ અને એલચી-જાયફળનો ભૂકો નાંખી, પૂરણ તૈયાર કરવું.

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ ચણાનો લોટ
  • 250 ગ્રામ ગોળ
  • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 122 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • 250 ગ્રામ મેંદો
  • 250 ગ્રામ રવો
  • ઘી, દૂધ, તેલ - પ્રમાણસર

Method - રીત

ચણાના લોટને તેલમાં શેકવો. પછી ઉતારી, સાધારણ ઠંડો પડે એટલે ગોળને કાપીને, સમળી, મિક્સ કરવો. થોડું દૂધ નાંખી, બરાબર લોચા જેવું કરવું. તેમાં નાળિયેરનું ખમણ અને એલચી-જાયફળનો ભૂકો નાંખી, પૂરણ તૈયાર કરવું.

મેંદો અને રવો ભેગા કરી, ઘીનું મોણ નાંખી, દૂધથી કઠણ કણક બાંધવી. એક કલાક કણક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી સુવાળી બનાવવી. તેની મોટી પૂરી વણી, તેના ઉપર પૂરણ પાથરી બીજી પૂરી તે જ માપની મૂકવી. બરાબર દબાવી, સરખી કરવી. પછી તવા ઉપર બન્ને બાજુ શેકી, ઉતારી ઘી લગાડવું.