ગોળની પોળી રીત -2 (મહારાષ્ટ્રીયન વાનગી)
  • 345 Views

ગોળની પોળી રીત -2 (મહારાષ્ટ્રીયન વાનગી)

કોપરાનું ખમણ અને તેલને શેકીને કાંડવા. ગોળને ચપ્પુથી કાપી, બારીક ભૂકો કરવો. બને ત્યાં સુધી નરમ ગોળ લેવો. તેમાં તલ, ખસખસ, કોપરું, થોડું ઘી અને એલચી-જાયફળનો પાઉઢર નાખી બરાબર મસળી, નાની ગોળી બનાવીવ. જરુર પડે તો દૂધનો હાથ લગાડવો.

Ingredients - સામગ્રી

  • 1 કપ કોપરાનું ખમણ
  • 1/2 કપ તલ
  • 2 કપ નરમ ગોળ
  • 1 ટીસ્પૂન ખસખસ
  • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • 4 કપ ઘઉંનો લોટ
  • દૂધ, ઘી - પ્રમાણસર

Method - રીત

કોપરાનું ખમણ અને તેલને શેકીને કાંડવા. ગોળને ચપ્પુથી કાપી, બારીક ભૂકો કરવો. બને ત્યાં સુધી નરમ ગોળ લેવો. તેમાં તલ, ખસખસ, કોપરું, થોડું ઘી અને એલચી-જાયફળનો પાઉઢર નાખી બરાબર મસળી, નાની ગોળી બનાવીવ. જરુર પડે તો દૂધનો હાથ લગાડવો.

ઘઉંના લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, દૂધથી કણક બાંધવી. તેને કેળવી, તેમાંતી નાનો લૂઓ લઈ, તેના ઉપર ગોળની ગોળી મૂકી, ફરી તે જ માપનો લૂઓ મૂકી, દાબી, તેની પૂરી વણી તવા ઉપર ઘી મૂકી, તળી લેવી.