જામફળના ટુકડા સમારી તેને પાણીમાં બાફી લો. ઠંડા થવા દઇ મિક્સરમાં ક્રશ કરી લો. ખાંડમાં પાણી ઉમેરી તેની ચાસણી બનાવો. ચાસણી તૈયાર થાય એટલે તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી હલાવીને ચાસણી ગાળી લો. ચાસણી ઠંડી પડે એટલે તેમાં બાકીનો લીંબુનો રસ, જામફળનો પલ્પ, મરીનો પાઉડર, જીરું, સંચળ અને મીઠું ભેળવો. પછી તેને બોટલમાં ભરી લો. સર્વ કરતી વખતે ગ્લાસમાં નેક્ટર રેડી તેનાથી ચાર ગણું પાણી ઉમેરી હલાવો.