માવામાં ખાંડ અને એલચીનો ભૂકો નાખી, સારી રીતે મસળી નાની ગોળીઓ બનાવી રાખવી.
માવામાં ખાંડ અને એલચીનો ભૂકો નાખી, સારી રીતે મસળી નાની ગોળીઓ બનાવી રાખવી.
પનીર અને માવાને મસળી લીસો બનાવવો. તેમાં રવો, મેંદો અને લાલ કલર નાખી ખૂબ મસળી તેનો લૂઓ બનાવવો. લૂઓ હાથમાં લઈ, પૂરી જેમ દાબી તેમાં માવાની ગોળી મૂકી, જાંબુ વાળવા. અાવી રીતે બધાં જાંબુ તૈયાર થાય એટલે હાથમાં બે ટીપાં લાલ કલર થઈ બધા જાંબુને ફરી બરાબર લીસા-ફાટ વગરનાં બનાવવા. પછી ઘીને ગરમ કરી તેમાં બે-ત્રણ જાંબુ મૂકી બધાં તળી લેવા.
એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું. તેમાં લીંબુનો રસ નાખી, મેલ તરી અાવે એટલે કાઢી લેવો. ચીકાશ પડતી પાતળી ચાસણ થાય એટેલ ઉતારી, તેમાં જાંબુ નાખવા. પછી તેમાં રોઝ એસેન્સ નાખી, પાંચ-છ કલાક પછી જાંબુ ચાસણીમાંથી કાઢી, કોપરાના ખમણાં રગદોળી સજાવટ કરવાથી સુંદર લાગશે.