કલમી રોલ્સ
 • 128 Views

કલમી રોલ્સ

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ ફણગાવેલા મગ
 • 100 ગ્રામફણગાવેલા મઠ
 • 250 ગ્રામ બટાકા, 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન ધાણા જીરું
 • 1/2 નાની ઝૂડી લીલા ધાણા
 • 1/2 ટીસ્પૂન અનારદાણા, 4 સ્લાઈસ બ્રેડ
 • મીઠું, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

મગ અને મઠને વરાળથી બાફવા. બટાકાને બાફી, છોલી, છૂંદો કરવો. બધું ભેગું કરી, તેમાં મીઠું, વાટેલા અાદું-મરચાં, તલ, સિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ, લીલા ધાણા અને વાટેલા અનારદાણા નાંખવા. બ્રેડની સ્લાઈસને પાણી પલાળી, નિચોવી અંદર નાંખવૌ. બધું એકત્ર કરી તેના બે ઈંડના નાના રોલ્સ બનાવી પેણીમાં તેલ મકી, તળી લેવા. ઠંડા પડે એટલે દરેક રોલના બે કટકા કરવા. તેલને ગરમ કરી, કાપેલી બાજુ પેણીમાં મૂકી, ફરી તળવા. સાથે ગાંઠિયાની ચટણી બનાવવી.

ચટણી – 50 ગ્રામ ગાંઠિયાનો ભૂકો, અાદું, લીલા મરચાં, લીલા ધાણા, લીલું લસણ, કોપરાનું ખમણ અને મીઠું નાંખી ચટણી વાટવી, એક વાસણમાં તેલ મૂકી રાઈ, હિંગ નાંખી ચટણી સાંતળવી. પછી ગોળ-અાંબલીનું પાણી નાંખવું, ઉકળે એટેલ ગાંઠિયાનો ભૂકો, હળદર, મરચું, તલ અને દાણાજીરું નાંખી જાડી રસાદાર ચટણી બનાવવી.