કળીના લાડુ (બૂંદીના લાડુ)
  • 399 Views

કળીના લાડુ (બૂંદીના લાડુ)

એક તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું. થોડો લીંબુનો રસ નાંખી, મેલ કાઢવો. કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર મૂકી, ગરમ રાખવી.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ચણાનો લોટ
  • 750 ગ્રામ ઘી
  • 1 કિલો ખાંડ
  • એલચ, કેસર, બદામ, લીંબુનો રસ,
  • બરાસ અૈચ્છિક)

Method - રીત

ચણાના લોટમાં એખ ચમચો ઘીનું મોણ નાંખી પાતળું ઘીરું બાંધવું.

એક તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું. થોડો લીંબુનો રસ નાંખી, મેલ કાઢવો. કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ ઉપર મૂકી, ગરમ રાખવી.

એક પેણીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તેના ઉપર મોટા કાણાનો ઝારો રાખી, તેના ઉપર તૈયાર કરેલું ખીરું નાંખી, ઝારો ઠોકવો. અાથી પેણીમાં કળી પડશે. તે તળીને ચાસણીમાં નાંખવી. કળીનો બીજો ઘાણ તૈયાર થાય એટલે પહેલાં જે કળીનાંખી હોય તે ચાસણીમાંથી કાઢી લઈ, નવી કળી નાંખવી. અામ કળી ચાસણી પીને તૈયાર થાય એટલે તેમાં એલચીનો ભૂકો, છોલેલી બદામની કાતરી, ચપટી બરાસનો ભૂકો નાંખવો. વધેલી ચાસણીને તાપ ઉપર મૂકી જાડી કરી નાંખીને ગરમ હોય ત્યારે જ લાડુ વાળવા. થોડી વાર થાય અને સાધારણ ઠરે એટલે ફરી બરાબર ગોળ કરવા, પછી થાળીમાં છૂટા ગોઠવવા.