કંસાર
  • 525 Views

કંસાર

એક તપેલીમાં ઘઉંના ફાડા જેટલા વાડકા હોય તેનાથી ડબલ વાટકા પાણી લઈ ઊકળવા મૂકવું. નાના ફાડા હોય તો એક વાડકો ફાડા હોય તો દોઢ વાડકો પાણી લેવું. પાણી ઉકળે એટલે તેમાં ગોળ નાંખવો.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ઘઉંના ફાડાં (સાધારણ ઝીણા)
  • જેટલાવાડકા ઘઉંના ફાડા હોય તેનાથી બમણું પાણી
  • 300 ગ્રામ ગોળ
  • 50 ગ્રામ ઘી
  • તેલ, દળેલી ખાંડ (બૂરુ)

Method - રીત

એક તપેલીમાં ઘઉંના ફાડા જેટલા વાડકા હોય તેનાથી ડબલ વાટકા પાણી લઈ ઊકળવા મૂકવું. નાના ફાડા હોય તો એક વાડકો ફાડા હોય તો દોઢ વાડકો પાણી લેવું. પાણી ઉકળે એટલે તેમાં ગોળ નાંખવો. ગોળ ઓગળી જાય એટલે કપડાથી પાણી ગાળી લેવું. એક તપેલીમાં ગોળવાળું પાણી નાંખી, તપ ઉપર મૂકવું. બરાબર ઉકળે એટલે તેમાં તેલથી મોઈને ફાડા નાંખવાં. ગાંગડી રહે નહિ તેમ હલાવવું. પછી એકદમ ધીમા તાપ ઉપર બફાવા મૂકવો. દાણો બફાય એટલે ઉતારી લેવો. પીરસતી વખતે ઘી અને બૂરુ ખાંડ ઉપર નાંખવા