ફાડાને ઘીમાં બદામી રંગના શેકવાં. એક વાડકો ફાડા હોય તો બે વાડકાના પ્રમાણથી પાણી લઈ ઊકળવા મૂકવું. ઊકળે એટલે ફાડા નાંખી, હલાવી, એકદમ ધીમા તાપ ઉપર બાફવા મૂકવો.
ફાડાને ઘીમાં બદામી રંગના શેકવાં. એક વાડકો ફાડા હોય તો બે વાડકાના પ્રમાણથી પાણી લઈ ઊકળવા મૂકવું. ઊકળે એટલે ફાડા નાંખી, હલાવી, એકદમ ધીમા તાપ ઉપર બાફવા મૂકવો. તેમાં 3 ચમચી ઘી નાંખવું. દાણો બરાબર બફાય અને પાણી સોસવાઈ જાય એટલે ખાંડ અને દ્રાક્ષ નાંખવી. ખાંડનું પાણી બળે અને બરાબર છૂટો થઈ જાય એટલે ચારોળી, એલચીનો ભૂકો અને છોલેલી બદામની કાતરી નાંખવી.