કરમદાંનું અથાણું
  • 512 Views

કરમદાંનું અથાણું

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ કરમદાં
  • 150 ગ્રામ મેથીનો મસાલો
  • 100 ગ્રામ ગોળ, તેલ, મીઠું

Method - રીત

કરમદાંને ધોઈ, બે કટકા કરી, બી કાઢી, 50 ગ્રામ મીઠામાં રગદોળી, સાત-આઠ કલાક આથી રાખવાં. પછી કપડા ઉપર બરાબર કોરાં કરવાં.

એક થાળીમાં કરમદાં લઈ, તેમાં તેલ નાંખી, રગદોળવાં. પછી તેમં મેથીનો મસાલો અને ગોળનો ભૂકો નાંખી, હલાવી, બરણીમાં ભરી લેવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તલ નાંખવું.