કારેલાંના ખલવાં
  • 448 Views

કારેલાંના ખલવાં

Method - રીત

કારેલાંને છોલી, તેમાં કાપ મૂકી, મીઠું, મરચું, ધાણાજીરું અને થોડી ખાંડ ભરી, વરાળથી બાફી લેવાં. ઠંડાં પડે એટલે કોરાં કરી, તેની લાંબી ચીરીઓ કરવી. બીજી રીતે પણ બનાવી શકાય છે. કારેલાંને છોલી, તેની ચીરીઓ કરી, મીઠું, નાંખી ચોળવી, પછી પાણી નિચોવી નાંખવું.

ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાંખી ખીરું બાંધવું. એક ચમચો તેલ નાંખી, કારેલાની ચીરીઓ ખીરામાં બોળી તેલમાં તળી લેવી.