નાના કારેલાંને છોલી, ધોવાં. તેમાં મીઠું અને હળદર નાંખી ચાર-પાંચ કલાક અાથી રાખવાં. પછી કારેલાંનું પાણી કાઢી, સ્વચ્છ પાણીથી ધોઈ, કપડાથી બરાબર કોરાં કરવા.
રાઈની દાળ, છડેલી વરિયાળીનો ભૂકો, ધાણાના કૂરિયાં, જીરુંનો ભૂકો, તજ-લવિંગનો ભૂકો, મીઠું, હળદર, ખાંડ અને થોડો લીંબુનો રસ નાંખી, બધું ભેગું હલાવી. કોરાં થયેલાં કારેલાંને કાપી તેમાં મસાલો ભરવો એક બરણીમાં કારેલાં ભરી તેમાં લીંબુનો રસ અને વધેલો મસાલો નાંખી, બરણી તડકામાં ત્રણ દિવસ3 મૂકવી. પછી તેલમાં હિંગ નાંખી, વઘાર કરી, તેલ ઠંડું પડે એટલે કારેલામાં રેડી દેવું.
આ અથાણું ડાયાબિટીસના દર્દી માટે ખાસ ગુણકારી છે.