અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, વાટવી. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લીલું લસણ, બાીક સમારેલી ડુંગળી, થોડુંક તેલનું મોણ અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, કોરા કરી નાંખવા. પછી તેના બરાબર મસળી ભીના કપડા ઉપર વડાં થાપવાં. વચ્ચે કાળું કરી, તેલમાં તળી લેવાં. સાથે અડદની દાળની ચટણી બનાવવી.
ચટણી – 50 ગ્રામ અડદની દાળને બદામી રંગની શેકવી. પછી તેનો મિક્સરમા ઝીણો ભૂકો કરવો. તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં નાંખવાં. 300 ગ્રામ દહીંમાં મિક્સ કરી, થોડા તેલમાં જીરું, હિંગ અને મીઠા લીમડાનાં પાનને સમારી, નાંખીને ચટણીમાં વઘાર કરવો.