કેસરી મોતીપાક
  • 347 Views

કેસરી મોતીપાક

ચણાના લોટમાં 1 ચમચી ઘી નાંખી પાતળું ખીરું બનાવી, ઝીણા કાણાના ઝરાથી મોતી જેવી ઝીણી કળી, ઘીમાં તળી લેવી. એક વાસણમાં 2 ચમચી ઘી મૂકી, થોડા એલચીના દાણઆનો વખાર કરી,

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 200 ગ્રામ ખાંડ
  • 100 ગ્રામ માવો
  • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • ઘી, કેસર, દૂધ, ચાંદીના વરખ, એલચીના દાણા

Method - રીત

ચણાના લોટમાં 1 ચમચી ઘી નાંખી પાતળું ખીરું બનાવી, ઝીણા કાણાના ઝરાથી મોતી જેવી ઝીણી કળી, ઘીમાં તળી લેવી. એક વાસણમાં 2 ચમચી ઘી મૂકી, થોડા એલચીના દાણઆનો વખાર કરી, નાળિયેરનું ખમણ નાંખવું. પછી તેમાં માવો નાંખી, સાધારણ શેકાય એટલે બુંદી, કાજુનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું.

એક વાસણમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. 2 ચમચા દૂધ નાંખી, મેલ તરી અાવે તે કાઢી લેવો. પછી ગરમ દૂધમાં કેસર ખૂંટી અંદર નાંખવું. ચાસણી બેતરી થાય એટલે તેમાં બુંદીનું મિશ્રણ નાંખી હલાવી, થાળીમાં ઘી લગાડી પાક ઠારી દેવો. સાધારણ ઠંડો થાય એટલે ચાંદીના વરખ લગાડી, સજાવટ કરવી.