કાઠિયાવાડી વડાં
  • 192 Views

કાઠિયાવાડી વડાં

Ingredients - સામગ્રી

  • 4 કપ ઘઉં
  • 2 કપ ચોખા
  • 1/2 કપ અડદની દાળ
  • 1/2 કપ મગની દાળ
  • /2 કપ ચણાની દાળ
  • 1/2 કપ દહીં
  • 5 લીલાં મરચાં, કટકો અાદું
  • 1 નાની ઝૂડી લીલા ધાણા
  • મીઠું, હળદર, સોડા, ખાંડ, હિંગ, તેલ - પ્રમાણસર

Method - રીત

બધાં અનાજને કરકરું દળાવવું. તેમાં મીઠું, ચપટી સોડા, દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી, રાત્રે અાથી રાખવું. સવારે તેમાં હળદર, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા અને હિંગ નાંખી, હલાવી, ભીના કપડા ઉપર વડાં થાપી, વચ્ચે કાણું કરી, તેલમાં વડાં તળી લેવા.