કટકી કેરી વઘારની
  • 555 Views

કટકી કેરી વઘારની

Ingredients - સામગ્રી

  • 5 કિલો રાજાપુરી કેરી
  • 5 કિલો ગોળ
  • 100 ગ્રામ મરચું, તલનું તેલ, જીરું, રાઈ
  • હિંગ, અાખાં મરચાં, મીઠું, હળદર, તજ, લવિંગ

Method - રીત

કેરીને છોલી, ધોઈ, તેની ઝીણી કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું, રાઈ, હિંગ, તજ-લવિંગ અને અાખાં મરચાંના કટકાનો વઘાર કરીકટકી વઘારવી. તેમાં મીઠું અને હળદર નાંખી, ધીમા ાપ ઉપર મૂકવું. તેમાં ચપ્પુથી કાપેલો ગોળ નાંખવો. ગોળનો રસો બરાબર થાય એટલે મરચું નાંખી ઉતારી લેવી. ઠંડી પડે એટલે બરણીમાં ભરી લેવી.