રાઈની કટકી કેરી
  • 311 Views

રાઈની કટકી કેરી

Ingredients - સામગ્રી

  • 2,122 કિલો કેરી – રાજાપુરી
  • 250 ગ્રામ રાઈનો પાઉડર
  • 500 ગ્રામ ગોળ
  • 100 ગ્રામ લસણ
  • મીઠું, હળદર, તેલ - પ્રમાણસર

Method - રીત

કેરીને છોલી, ધોઈ, ઝીણી કટકી કરી. તેમાં મીઠું અને હળદર નાંખી, બે કલાક રાખી મૂકવી. પછી તેને બદાવી પાણી કાઢી નાંખવું.

એક થાળીમાં કેરીમાંથી કાઢેલું ખાડું પાણી લઈ, તેમાં રાઈને ખૂબ ફીણવી. ચઢે એટલે તેમાં તેલ અને ગોળને કાપીને નાંખવો. ફરી ફીણી, ગોળ બરાબર ઓગળે અને એકરસ થાય એટલે તેમાં કેરીની કટકી અને લસણને ફોલી તેની કટકી નાંખી, હલાવી બરણીમાં ભરી લેવું.