કેરને ધોઈ, મીઠામાં રગદોળવા. કેરીના ખાટા પાણીમાં મીઠું અને હળદર નાંખી અાથ દેવા. નાની કેરીને છોલી, ધોઈ કોરી કરી અંદર નાંખવી. કેરને અથાતાં વાર લાગે છે એટલે ્યારે બરાબર અથાય અને પીળાશ પડતા રંગના થાય એટલે કાઢીને કોરાં કરવા. કેરીને કોરી કરી તેની કટકી કરવી. ખાંડેલી રાઈને ખાટા પાણીમાં ખૂબ ફીણી, ચઢે એટલે તેમાં મીઠું, હળદર, થોડો ગોળ અને તેલ નાંખી, ફીણી તેમાં કેર (સળી કાઢી) અને કેરીની કટકી રગદોળી બરણીમાં અથાણું ભરી લેવું.
(અાવી રીતે દોડાનું અથાણું બનાવી શકાય)