કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો
  • 676 Views

કેરીનો છૂંદો-તડકા-છાંયડાનો

Ingredients - સામગ્રી

  • 5 કિલો રાજાપુરી કેરી
  • 5 કિલો ખાંડ
  • મીઠું, હળદર, મરચું

Method - રીત

કેરીનો છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણને 6 ચમચી મીઠું અને 2 ચમચી હળદર નાંખી, હલાવી, એક કલાક રાખી મૂકવું. પછી છીણને નિચોવી, પાણી કાઢી લેવું. એક કલાઈવાળા તપેલામાં કેરીનું છીણ, ખાંડ નાંખી એક રાત રહેવા દેવું. જેથી ખાંડનું પાણી થશે. પછી તપેલાને બારીક કપડું બાંધી તડકામાં મૂકવું. રોજ એક વખત છૂંદો હલાવવો. રાતે તપેલું ઘરમાં લઈ લેવું. ખાંડની ચાસણી પાકી થાય અને રસાદાર રહે એટલેતેમાં મરચું નાંખી, હલાવી, એક દિવસ પછી બરણીમાં ભરી લેવો. ખાંડેલું જીરું તજ-લવિંગનો ભૂકો નાંખી શકાય.

નોંધ – વધારે ગળ્યો રસાદાર છૂંદો બનાવવો. હોય તો 1 કિલો કેરીએ 1,1/4 કિલો ખાંડનું પ્રમાણ લેવું અને ચીણને વધારે નિચોવવું નહીં.