કેરીનો છૂંદો-ગોળનો
  • 711 Views

કેરીનો છૂંદો-ગોળનો

Ingredients - સામગ્રી

  • 5 કિલો રાજાપુરી કેરી
  • 5 કિલો ગોળ
  • મીઠું, હળદર, મરચું

Method - રીત

કેરીને છોલી, ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી એક કલાક આથી રાખવું. પછી છીણને નિચોવી, પાણી કાઢી લેવું. એક કલાઈવાળા તપેલામાં કેરીનું છીણ અને ગોળને ભાંગીને નાંખી બે-ત્રણ કલાક રહેવા દેવું. જેથી ગોળ ઓગળી જશે. પછી તેને ગેસ ઉપર મૂકવું. ગોળનો રસો જાડો થાય એટલે મરચું નાંખી, હલાવી, ઉતારી લેવું. છૂંદો ઠંડો પડે એટલે બરણીમાં ભરી લેવો.

નોંધ – તડકા-છાંયડાના છૂંદાને થતાં વધારે દિવસ લાગે છે. વળી સખત તડકાની ઉણપ હોય તો છૂંદો થઈ શકતો નથી. તેથી આ જાતનો છૂંદો બનાવવો અનુકૂળ પડે. ગોળને બદલે ખાંડનો છૂંદો આ રીતે બનાવી શકાય. ફરાળમાં ઉપયોગ કરવો. હોય તો હળદર નાંખવી નહિં અને મીઠાંને બદલે સિંધવનો ઉપયોગ કરવો. ખાંડેલું જીરું અને તજ-લવિંગનો ભૂકો નાંખી શકાય.