કેસર-બદામ કુલફી
  • 296 Views

કેસર-બદામ કુલફી

એક વાસણમાં દૂધ ઉકળવા મુકવું. બરાબર ઉકળે અને જાડું થવા અાવે એઠલે કન્ડેન્સ્ડ મિલ્ક અને માવાને છૂટો કરીને નાંખવો. ઘટ્ટ થાય એટલે ખાંડ અને કેસરની ભૂકી નાખવા. ખાંડનું ાણી બળે એટલે એલચીનો ભૂકો નાંખવો.

Ingredients - સામગ્રી

  • 1 લિટર દૂધ
  • 100 ગ્રામ માવો8 ટેબલસ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક
  • 8 ટેબલસ્પૂન ખાંડ
  • 2 ટેબલસ્પૂન મલાઈ
  • 2 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
  • 2 ટેબલસ્પૂન પિસ્તાની કતરી
  • 1 ટીસ્પૂન એલજીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન કેસરની ભૂકી

Method - રીત

એક વાસણમાં દૂધ ઉકળવા મુકવું. બરાબર ઉકળે અને જાડું થવા અાવે એઠલે કન્ડેન્સ્ડ મિલ્ક અને માવાને છૂટો કરીને નાંખવો. ઘટ્ટ થાય એટલે ખાંડ અને કેસરની ભૂકી નાખવા. ખાંડનું ાણી બળે એટલે એલચીનો ભૂકો નાંખવો. બરાબર જામી જાય તેવું થાય એટલે ઉતારી મલાઈ નાંખી બરાબર મિક્સ કરવું. ઠુંડ પડે એટલે કુલપીના મોલ્ડમાં (એલ્યુમિનિયમની કોન અાકારની ઢાંકણા વાળી ડબ્બી) ભરી, ઉપર બદામ-પિસ્તાની કતરી નાંખી બંધ કરી ફ્રિઝરમાં મૂકવા. બરાબર સેટ થઈ જાય એટલે મોલ્ડમાંથી કુલફી કાઢી લેવી.