- આંબળાને વરાળથી બાફી પછી તેને ચાળણીમાં ઘસો જેથી તેના રેસા નીકળી જાય.
- એક કઢાઇમાં આંબળાનો પલ્પ લેવો. તેમાં ખાંડ નાખી બરોબર હલાવવું.
- ખાંડ ઓગળીને મિશ્રણ ઘટ્ટ થઇ જાય ત્યારે તેમાં પાણીમાં ઘોળેલું કેસર નાખી બરોબર હલાવવું.
- ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો. જામ તૈયાર છે.
- તેને બ્રેડ કે થેપલાં ઉપર લગાવીને સ્વાદ માણો.