ખમણ મરચાં
  • 299 Views

ખમણ મરચાં

Ingredients - સામગ્રી

  • 50 ગ્રામ સૂકા કોપરાનું છીણ
  • 2 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પન ખસખસ
  • 25 ગ્રામ રાઈનો પાઉર
  • 1/2 કપ લીંબુનો રસ
  • 1 ટીસ્પૂન ધાણાનો ભૂકો
  • 1 ટીસ્પૂન જીરુંનો ભૂકો
  • 250 ગ્રામ લીલાં મરચાં (જાડા અને નાનાં)
  • મીઠું, તેલ, રાઈ, હિંગ - પ્રમાણસર

Method - રીત

સૂકાં કોપરાને છીણી, શેકી લેવું. ઠંડું પડે એટલે મસળી, ભૂકો કરવો. તલને શેકીને સાધારણ ખાંડવા. ખસખસને સાફ કરી શેકવીં. પછી ત્રણે વસ્તુ ભેગી કરવી. રાઈના પાઉૃરને લીંબુના રસમાં ફીણી તેમાં મીઠું, ધાણાનો ભૂકો, જીરુંનો ભૂકો અને તૈયાર કરેલો કોપરાનો મસાલો નાંખવો.

મરચાંને ધોઈ, કોરાં કરી, કાપી તેમાં તૈયાર કરેલો મસાલો ભરવો. એક બાઉલમાં મરચાં ગોઠવી, તેના ઉપર વધેલો મસાલો ભભરાવવો. ઉપર લીંબુનો રસ છાંટવો. તેલને ગરમ કરી, રાઈ-હિંગનો વઘાર કરી, તેલ ઠંડું પડે એટલે મરચાં ઉપર રેડવું.

નોંધ – આ મચાં તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે છે. વધારે દિવસ રહી શકે નહીં.