ખમણ ઢોકળા રીત-2
  • 542 Views

ખમણ ઢોકળા રીત-2

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ચણાની દાળ
  • 50 ગ્રામ ચોખા
  • 2 ટેબલસ્પૂન દહીં
  • 1 ટીસ્પૂન ખાંડ
  • 4 લીલાં મરચાં, 2 લીંબુ મોટા
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • 1 નાની ઝૂડી લીલા ધાણા
  • 1 ટેબલસ્પૂન તલ
  • મીઠું, હળદર, તેલ, હિંગ, સોડા

Method - રીત

ચણાની દાળ અને ચોખા ભેગા કરી, કરકરો લટ દળાવવો. તેમાં 2 ચમચા તેલ, થોડો સોડા અને દહીં નાંખી, ખીરું બાંધી 12 કલાક અાથી રાખવું. અાથો અાવે એટલે તેમાં મીઠું, ખાંડ, લીલા મરચાંના કટકા અને થોડી હળદર નાંખવી. 1 વાડકી જેટલું પાણી લઈ, તેમાં 1 મોટો ચમચો સોડા નાંખવો. થાળીમાં તેલ ચોપડી, ખીરું પાથરી, તેમાં 2 ચમચી સોડાનું પાણી નાંખી, ઉપર થોડો લીંબુનો રસ નાંખવો. ઊભરો અાવે એટલે હલાવી, તરત જ થાળી ઢોકળાના સંચામાં મૂકી, વરાળથી બાફી લેવી. બધા ખમણ તૈયાર થાય એટલે કટકા કરી, કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા. તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી, ખમણ ઉપર રેડી દેવો. તરત જ હાથથી થોડા પાણીના છાંટા નાંખવા. અેથી ખમણ સારાં ખીલે છે.