ખમણ ઢોકળા રીત-1
  • 449 Views

ખમણ ઢોકળા રીત-1

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ચણાની દાળ
  • 100 ગ્રામ દહીં
  • 5 લીલાં મરચાં
  • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 1 ટીસ્પૂન ઈનો (ફ્રુટ સોલ્ટ)
  • મીઠું, હળદર, સોડા, તેલ, રાઈ, હિંગ

Method - રીત

ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, કરકરી વાટવી. તેમાં દહીં અને ચપટી સોડા નાંખી, સારું ફીણીને 12 કલાક અાથી રાખવું. અાથો અાવે એટલે તેમાં મીઠું, થોડી હળદર, લીલા મરચાના બારીક કટકા અને ઈનો નાંખી હલાવવું. થાળીને તેલ લગાડી, ગરમ કરી, તેમાં ખીરું પાથરી ઢોકળા જેમ વરાળથી બધી થાળીઓ બાફી લેવી. એક વાડકીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ નાંખવી. તતડે એટલે હિંગ નાંખી બે ચમચા પાણી ધીમે ધીમે નાંખવું. પછી પાણી મિક્સ થઈ જાય એટલે વઘાર ઢોકળા ઉપર રેડી દેવો. ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.