ડુંગળીને ગેસ ઉપર જાળી મૂકી શેકવી. શેકાય એટલે ઉપરનાં કાળાં પડ કાઢી, કટકા, કરવા પછી તેમાં સિંગદાણા, કાશ્મીરી મરચાં, તલ, ખસખસ, અનારદાણા, તૈયાર કરેલો સૂકો મસાલો, મીઠું અને ગોળ નાંખી મસાલો વાટવો. વાટતી વખતે થોડું પાણી લેવું.
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કરકરી વાટવી. પછી તેને કૂકરમાં વરાળથી બાફી, ખીલી જાય એટલે ઉતારી લેવી. ઠંડી થાય એટલે હાથથી બરાબર છૂટી કરી, તેમાં મીઠું, હળદર, વાટેલાં અાદું-મરચાં, કોપરાનું ખમણ, તેલ, ખસખસ, વાટેલું લસણ, ખાંડ, લીંબુનો રસ, મરચું અને લીલા ધાણા નાંખવા.
ઘઉં અને ચણાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, હળદર અને તેલનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. તેને કેળવી તેમાંથી મોટો પાતળો રોટલો વણવો. તેના ઉપર વાટેલો મસાલો ચોપડવો. ઉપર ચણાનું ખમણ પાથરવું. તેનો સખત વીંટો દાબી, ઉપર કાપા કરી રાખવા. તેના ઉફર લસણની લાલ ચટણી બનાવી ચોપડી દેવી. ગ્રીઝ કરેલી બેકિંગ ટ્રેમાં ગોઠવી. ગરમ ઓવનમાં 4000 ફે. તાપે બદામી રંગના બેક કરવા. એક વાસણમાં તેલ મૂકી, રાઈ-હિંગ અને છેલ્લે તલ નાંખી, કટકા વઘારવા. ઉપર કોપરાનું ખમણ છાંટવું.