ખમણ-પૌઆ
 • 313 Views

ખમણ-પૌઆ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ પૌઆ
 • 200 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ બટાકા
 • 50 ગ્રામ સિંગદાણા, કાજુ, 15 લાલ દ્રાક્ષ
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટીસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • 7 કળી લસણ
 • 100 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 2 ટેબલસ્પૂન બટાકાની તળેલી કાતરી
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ,તજ, લવિંગ, તમાલપત્ર

Method - રીત

પૌઆને ધોઈ, થાળીમાં છૂટા કરવા. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે જાડી વાટવી, પછી કૂકરમાં વરાળથી બાફી, ઠંડી પડે એટલે મસળી, છૂટો ભૂકો બનાવવો. બટાકાને બાફી, છોલી, કટકી કરવી. સિંગદાણાને બાફી, છોડાં કાઢી, કટકી કરવી. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તજ, લવિંગ અને તમાલપત્રનો વઘાર કરી, ચણાની દાળનો ભૂકો, પૌંઅા, બટાકાની કટકી, સિંગદાણાની કટકી, કાજુના કટકા, દ્રાક્ષ, મીઠું, મરચું, હળદર, ખાંડ, લીલા મરચાંના બારીક કટકા, અાદુનું છીણ, તલ અને ગરમ મસલો નાંખી હલાવી ઉતારી લેવું. પછી લીંબુનો રસ, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવા.

એક ડિશમાં ખમણ-પૌઆ ભરી, ઉપર ચણાની સેવ અને બટાકાની તળેલી કાતરી નાંખી પીરસવું.