નાળિયેરનું ખમણ, લીલાં મરચાં, અાદું અને લીલા ધાણાને વાટી લેવા. ચણાના લોટમાં મીઠું, ખાંડ, લીંબુનો રસ, તલ, થોડું ઘીનું મોણ અને વટેલો મસાલો નાંખી, હલાવી તેના ગોળા વાળવા.
ઘઉંના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાંખી, કણક બાંધવી, કેળવી, સુંવાળી બનાવી, તેની પુરી વણવી. પછી તેમાં ચણાનો લૂઓ મૂકી ગોળ વાળી, ફરીથી પૂરી વણવી, પેણીમાં ઘી મૂકી, ગરમ થાય એટલે તળી લેવી