ખારિયાં
  • 347 Views

ખારિયાં

Ingredients - સામગ્રી

  • 10 કિલો ચીભડાં
  • 1,1/2 કિલો મીઠું
  • 1 કિલો ખાંડેલી રાઈ
  • મીઠું, હળદર, ગોળ

Method - રીત

ચીભડાંને ધોઈ, કોરાં કરી, બે ભાગ કરવા. દોઢ કિલો મીઠું લઈ ચીભડાંના અડધિયાં ઉપર લગાડવું. પછી એક તપેલામાં ચીભડાં ભરી, વધેલું મીઠું ઉપર નાખી, એક દિવસ આથી રાખવાં. બીજે દિવસે તડકામાં કપડું પાથરી ઊંધાં સૂકવવાં. સખત તડકો હશે તો બે-ત્રણ દિવસ પછી સફેદ થશે. સફેદ થાય એટલે ચીભડાંને છતી બાજુએ સૂકવવાં. બે-ત્રણ દિવસ પછી સૂકાય એટલે તેના કટકા કરવા. ખાંડેલી રાઈને થોડાં પાણીમાં ખૂબ ફીણવી. સારી ચઢે એટલે તેમાં મીઠું, હળદર, ગોળનો ભૂકો અને દેલ નાંખી ફીણી તેમાં કટકા રગદોળી બરણીમાં ભરી લેવા.

આ ખારિયાં લાંબા સમય સુધીં સારા રહી શકે છે.