મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે ધોઈને વાટવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, મગની દાળવઘારવી. તેમાં મીઠું, ખાંડ, વાટેલો મસાલો અને સૂકો મસાલો નાંખી થોડી વાર હલાવી, ઉતારી લેવું.
મેંદામાં મીઠું અને વધારે ગરમ ઘીનું મોણ નાંખી કણક બાંધી, 1 કલાક ઢાંકીને રહેવા દેવી. 1 ચમચો ઘી લઈ કેળવી, નરમ સુંવાળી બનાવવી. પછી હાથથી પૂરી થાપી વાડકી અાકાર કરી તેમાં પૂરણ ભરી, ગોળાકાર કરવું. પછી દાબી ચપટી કચોરી બનાવવી. પેણીમાં ઘી મૂકી વધારે ગરમ કરી સાધારણ ઠંડું કરવું.પછી ઘીમાં પાંચ કચોરી મૂકી, વધારે તાપ ઉપર પેણી મૂકવી. કચોરી ફૂલે એટલે તાપ ધીમો કરી ઉથલાવવી. બદામી રંગની તળવી. ઘી પાછુ ઉતારી ઠંડું કરી, એ જ પ્રમાણે બીજી કચોરી તળવી.
પીરસતી વખતે ડિશમાં બે કચોરી મૂકી, તેમાં કાણું પાડી ઉપર વટાણાનું રગડ બનાવી મુકવું. ઉપર અાંબલીની ચટણી તથા લીલી ચટણી નાંખવી.