કુરડાઈ
  • 506 Views

કુરડાઈ

Method - રીત

2 કિલો ઘઉંને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખવા, રોજ પાણી બદલવું. ઉનાળામાં દિવસમાં બે વાર પાણી બદલવું. ચોથે દિવસે ઘઉંને ધોઈને વાટી નાંખવા. પછીથી કપડાથી ગળી નાંખવું. ચાર-પાંચ કલાક ઠરવા દેવું. પછી ઉપરનું પાણી કાઢી નાંખી, જે સફેદ પદાર્થ ઠર્યો હોય તે ઘઉંનું સત્વ. જેટલા વાડકા સત્વ હોય તેથી દોઢી પાણી લઈ મોટા તપેલામાં ઊકળવા મૂકવું. તેમાં મીઠું અને ચપટી ફુલાવેલી ફટકડી નાંખી, ઘઉંનું સત્વ ધીમે ધીમે નાંખવું અને હલાવતાં જવું. જેથી ગાંઠા થાય નહિ. તાપ ધીમો રાખી, સીઝવા મૂકવું. બરાબર બફાઈને સિજાઈ જાય એઠલે પ્લાસ્ટિકના જાડા છડા ઉપર સેવના સંચાથી તડકામાં ચકરડાં પાડવાં. સુકાઈ જાય એટલે ફિટ ડબ્બામાં ભરી લેવી. જરુર વખતે તેલમાં તળવી. રંગીન કુરડાઈ બનાવવી હોય તો ઘઉંને સત્વમાં જ કલરની બનાવવી હોય તે કલર નાંખવો.