ચોટિયા લાડુ
  • 428 Views

ચોટિયા લાડુ

લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. તેને કેળવવી નહિ, પણ થોડો લોટ બાંધતા જવો અને મૂઠિયાં વાળતાં જવાં. પછી ધીમા તાપે તેમાં તળવાં. બદામ રંગના થાય એટલે કાઢી, ખાંડી, મોટા કાણાની ચાળણીતી ચાળી,

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • 250 ગ્રામ ખાંડ – દળેલી
  • 300 ગ્રામ ઘી
  • 1 ટીસ્પૂન એલચી, ચારોળી

Method - રીત

લોટમાં ગરમ ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. તેને કેળવવી નહિ, પણ થોડો લોટ બાંધતા જવો અને મૂઠિયાં વાળતાં જવાં. પછી ધીમા તાપે તેમાં તળવાં. બદામ રંગના થાય એટલે કાઢી, ખાંડી, મોટા કાણાની ચાળણીતી ચાળી, એકસરખો રવાદાર ભૂકો બનાવવો. ગોળને ચપ્પુથી ઝીણો કાપી અંદર મિક્સ કરવો. બાકી રહેવા ઘીને ગરમ કરી, તેમાં નાંખીને લાડુ બનાવવા.

નોંધ – લાડુ વાળતી વખતે કેળાના કટકા, રાયમાં અથવા સંક્રાન્ત વખતે તલ નાંખી શકાય છે.