લેયર કટલેસ
 • 312 Views

લેયર કટલેસ

Ingredients - સામગ્રી

 • ઉપરના પડ માટે
 • 1 કિલો બટાકા
 • મીઠું – પ્રમાણસર
 • 3 લીલાં મરચાં
 • કટકો અાદું
 • પૂરણ-બીજા પડ માટે –
 • 250 ગ્રામ તુવેરના લીલવા
 • 3 લીલાં મરચાં
 • 7 કળી લચણ (અૈચ્છિક)
 • 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન ખસખસ
 • 1 ટીસ્પૂન ખાંડ
 • 122 ટીસ્પૂન લવિંગનો ભૂકો
 • 122 ટીસ્પૂન તજનો પાઉડર
 • 122 ટીસ્પૂન મરીનો ભૂકો
 • 1 લીંબુ, 1 ઝૂડી લીલા ધાણા
 • મીઠુ, તેલ - પ્રમાણસર
 • ત્રીજા પડ માટે –
 • 200 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 2 લીલાં મરચાં
 • નંગ-15 લાલ સૂકી દ્રાક્ષ
 • 10 કાજુ
 • મીઠું – પ્રમાણસર
 • કોટિંગ માટે
 • 150 ગ્રામ મેંદો
 • 200 ગ્રામ બ્રેડક્રમ્સ
 • મીઠું, તેલ - પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી, છોલી, મસળી, માવો બનાવવો. તેમાં મીઠું અને વાટેલાં અાદું-મરચાં નાંખવાં.

તુવેરના લીલવાને વાટી લેવા. એક પેણીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી લીલવાનો ભૂકો વઘારવો. તેમાં મીઠું નાંખી, ઢાંકણ ઢાંકી, ધીમા તાપે બાફવા દેવો. તેમાં ખાંડ, તલ, ખસખસ લીલાં મરચાંના કટકા, તજ-લવિંગનો ભૂકો, મરીનો ભૂકો નાંખી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા. વાટેલું લસણ નાંખવું.

નાળિયેરના ઝીણા ખમણમાં મીઠું, લીલાં મરચાંના બારીક કટકા, લાલ દ્રાક્ષ અને કાજુના કટકા નાંખવા. 100 ગ્રામ મેંદાના લોટમાં થોડું મીઠું નાંખી પાતળું ખીરું બનાવવું.

એક થાળી ઉપર થોડો મેંદો છાંટી, બટાકાના માવામાંથી લૂઓ લઈ, પૂરી કરવી. તેમાં લીલવાનો મસાલો પાથરવો. વચ્ચે તૈયાર કરેલો લીલા કોપરાનો મસાલો મૂકવો. પછી કટલેસ વાળી, મેંદાના ખીરામાં બોળી, બ્રેડક્રમ્સમાં રગદોળી, તેલમાં બદામી રંગની તળવી.